બાબરાના કલોરાણા ગામે ઘરફોડનો બનાવ બન્યો હતો. બંધ મકાનમાં ત્રાટકેલા ઈસમો રોકડા ૧૦ હજાર સહિત વાસણો ચોરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે હાલ અમદાવાદમાં રહેતા મૂળ કલોરાણા ગામના મીનાબેન અરજણભાઈ વાળા (ઉ.વ.૬૦)એ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના કલોરાણા ગામે આવેલ ઘરના મેઇન દરવાજાના તથા ઘરના અંદરના બન્ને રૂમના તાળા તોડી ઘરના બીજા રૂમમાં આવેલ કબાટની તિજોરીમાંથી રોકડા રૂ.૧૦૦૦૦ તથા રૂમના માળીયા ઉપર રાખેલ જુના તથા નવા તાંબા-પિત્તળ તેમજ કાંસા અને સ્ટીલના વાસણ જેની આશરે કિં.રૂ.૫૦૦૦ ની અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.