બાબરા તાલુકાના કલોરાણા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ કલકાણી, જિલ્લા પંચાયત સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, ભુપેન્દ્રભાઈ બસીયા, ભરતભાઈ બુટાણી, મહેશભાઈ ભાયાણી સહિત તાલુકા ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો અને વિવિધ મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું.