ધારાસભ્ય, સંસદ સભ્યનું ફંડ જેવી અનેક યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે, જેનાથી હાલ ગુજરાતના ગામડાંઓ પણ વિકાસ કામોથી ધમધમી રહ્યા છે. જે અંતર્ગત બાબરા તાલુકાના ખંભાળા ગામે આરોગ્ય વિભાગ હેઠળ પી.આઇ.યુ. હસ્તકના રૂ. ૪૫ લાખના ખર્ચે સબ સેન્ટર મંજૂર કરવામાં આવ્યા છે. આ કામનું ખાતમુહૂર્ત લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વીનભાઇ કુંજડીયા, જિલ્લા પંચાયતના સદસ્ય નીતિનભાઇ રાઠોડ, પી.ડી.કોઠીવાળ, હિંમતભાઇ દેત્રોજા, ગામના સરપંચ, ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, રાજુભાઇ વિરોજા, અમરશીભાઇ વાઘેલા, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ભાજપ મોરચા સેલના હોદ્દેદારો સહિતના આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.