બાબરા તાલુકાના કરીયાણા ગામે ધારાસભ્યની ગ્રાન્ટ, એટીવીટી યોજનાની ગ્રાન્ટ તેમજ સાંસદ (રા.સ.)ની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ.૧૬.૫૦ લાખના અનુદાનની રકમમાંથી કરીયાણા ગામના અલગ અલગ વિસ્તારમાં જુદા જુદા વિકાસના કામોની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરીને સમય મર્યાદામાં પૂર્ણ કરાશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જનકભાઇ તળાવીયા, નીતિનભાઇ રાઠોડ, હિંમતભાઇ દેત્રોજા, અમરશીભાઇ વાઘેલા, ઘીરૂભાઇ મેટાળીયા, ગામના સરપંચ ભુપતભાઇ ખાચર, ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, લાલભાઇ, ભોજાભાઇ ભરવાડ, ભાજપના જિલ્લા-તાલુકા, વિવિધ મોરચા, સેલના હોદ્દેદારો સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.