અમરેલી જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ જેવો માહોલ જામ્યો છે, ત્યારે બાબરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે કરીયાણાથી દરેડ જવાના રસ્તે જુગાર રમી રહેલા ઈસમો પર દરોડો પાડ્યો હતો.તા. ૦૮/૦૨/૨૦૨૬ના રોજ કરીયાણાથી દરેડ જવાના રસ્તે બપોરે કાળુભાર નદીના પટ્ટમાં આવેલ ચેકડેમ પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપતા વડે હારજીતનો જુગાર રમી રહેલા મહેશભાઇ રાણીંગા, વલ્લભભાઇ વેજીયા, બીજલભાઇ કાગડ (રહે. ખંભાળા) અને લાલજીભાઇ ચાવડા (રહે. કરીયાણા) ને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇ ભુકણ અને હેડ કોન્સ. વાય.એચ. પરમાર સહિતની ટીમે સ્થળ પરથી રૂ. ૨,૮૪૦/- ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. પોલીસે ચારેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









































