બાબરાના કરિયાણા ગામે પ્રેમસંબંધમાં ઠપકો આપતાં યુવતીએ ઝેરી દવા પીધી હતી. આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે. યુવતીને તેના જ ગામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. જેની જાણ તેના ઘરે થઈ જતાં ઠપકો આપ્યો હતો. જેથી તેને લાગી આવતાં પોતાની મેળે ખડ બાળવાની ઝેરી દવા પી લીધી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી પી ડેર વધુ તપાસ કરી રહ્યા છે.