બાબરામાં ઉમિયાનગર ખાતે નવરાત્રિના પર્વ પર ૫૦૦ દીકરીઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. ગરબી આયોજકોને ખાદી મિત્ર મંડળ દ્વારા લ્હાણી પહોંચાડવામાં આવી હતી. મહંત ઘનશ્યામદાસબાપુની ઉપસ્થિતીમાં બાબરા અને અમરાપરા વિસ્તારની પ્રાચીન શેરી ગરબીઓની ૫૦૦થી વધુ બાળાઓનું પૂજન અર્ચન અને મહાપ્રસાદ બાદ લ્હાણી અર્પણ કરવામાં આવી હતી.








































