બાબરાના ચમારડી ગામે રહેતું એક દંપતી બાઇક લઇને ખરખરાના કામે ગયું હતું. ઉંટવડ ગામ પાસે સ્કોર્પિયો ચાલકે પુરઝડપે આવી તેમને ટક્કર મારી હતી. જેમાં બંને જણા ઈજાગ્રસ્ત થયા હતા. ચમારડી ગામના તળશીભાઈ રવજીભાઈ મગતરપરા (ઉ.વ.૫૮)એ શિહોરના રામભાઈ બોરીચા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તા.૨૯/૦૪/૨૦૨૪ ના રોજ સવારે તેઓ તથા તેના પત્ની હંસાબેન મોટર સાયકલ લઇ ઉંટવડ ખરખરાના કામે ગયા હતા. સવારના સાડા આઠ પોણા-નવ વાગ્યાના અરસામાં પરત ઘરે ચમારડી જવા નીકળ્યા ત્યારે એસ્સાર પેટ્રોલપંપની સામેની શેરીમાં તેના સંબંધી રહેતા હતા તેમના ઘરે આંટો મારવા જતા હતા ત્યારે આવેલી સ્કોર્પિયોના ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમને તથા તેમના પત્નીને ઈજા પહોંચી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.પી.ડેર વધુ તપાસ કરી રહ્યા છે.