અમરેલી જિલ્લામાંથી જુગારની બદીને દૂર કરવા એસ.પી. હિમકર સિંહે આપેલી સૂચના અને માર્ગદર્શન બાદ આ દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. બાબરાના ઈંગોરાળા ગામની સીમમાંથી પોલીસે મોબાઇલની ફ્‌લેશલાઇટના અજવાળે જુગાર રમતાં છ ઈસમોને રૂ.૧૨,૫૫૦ રોકડા સાથે ઝડપી લીધા હતા. ઈંગોરાળા ગામે સીમ વિસ્તારમાં ચિતલ જવાના ગાડા માર્ગેથી બાબુભાઈ ઠેસીયા, શૈલેષભાઈ દાવડા, લાલજીભાઈ ઝાપડીયા, ઉમેશભાઈ મકવાણા, નીકુંજભાઈ સોલંકી, હરેશભાઈ સતાસીયાને તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂ. ૧૨,૫૫૦ અને ચાર મોબાઇલ મળી કુલ ૩૨,૫૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.