બાબરાના ઇંગોરાળાથી ભીલા ગામ વચ્ચે ટ્રકચાલકે ફોરવ્હીલને ટક્કર મારી હતી. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ટક્કર મારીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અમરેલીમાં રહેતા સંજયભાઈ ભનુભાઈ મકવાણા (ઉ.વ.૩૪)એ ટ્રક નંબર જીજે -૦૪-એક્સ-૫૫૮૬ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ કાર લઈને ઘેલા સોમનાથથી અમરેલી જતા હતા. તે દરમિયાન ઈંગોરાળાના પાટીયાથી થોડે દૂર ભીલા ગામ વચ્ચે પહોંચતા સામેથી આવેલા ટ્રકચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેમને માથાના ભાગે ઈજા થઈ હતી. જ્યારે સાહેદને પણ ઈજા પહોંચી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.આર. ડેર વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં રહેતા રસીકભાઈ જયશંકરભાઈ જોષી (ઉ.વ.૬૨)એ અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ વડેશ્વર દૂધની ડેરીથી દૂધ લઈને પોતાના ઘરે જતા હતા ત્યારે મણીભાઈ ચોક પાસે પહોંચતા અજાણ્યા મોટરસાયકલ ચાલકે ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ દેવજીભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.







































