ભીમ અગિયારસ નજીક આવવાની સાથે અમરેલી જિલ્લામાં જુગારની મોસમ પણ ખિલી રહી છે. જિલ્લામાં ચાર સ્થળેથી સાત મહિલા સહિત ૧૯ જુગારી ઝડપાયા હતા. બાબરાના અમરાપરા ગામેથી સાત મહિલાઓ જાહેરમાં જુગાર રમતાં રોકડા ૧૫,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ હતી. ચલાલામાંથી રઘુવીરભાઇ રામકુભાઇ માંજરીયા, મનુભાઇ કાથડભાઇ ધાધલ, પ્રદિપભાઇ વાસુરભાઇ માલા, મનસુખભાઇ પુંજાભાઇ મુછડીયા, દિગંતભાઇ ચંદુભાઇ રાજયગુરૂ, કનુભાઇ રામભાઇ વાળા તથા અશરફભાઇ ગીગાભાઇ કાલીયા જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતી રોન નામનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૨૬,૫૩૦ સાથે પકડાયા હતા. સાવરકુંડલામાં ખાટકીવાડ પાસેથી હરસુરભાઇ લખુભાઇ ભાંભળા, રજાકભાઇ સુલેમાનભાઇ શેખ, વસીમ ઇબ્રાહીમભાઇ કાલવા રોકડા રૂ.૧૮,૭૦૦ તથા ૨ મોબાઇલ મળી કુલ કિં.રૂ.૩૦,૭૦૦ ના મુદ્દામાલ સાથે પકડાયા હતા, જ્યારે ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. લીલીયાના ગુંદરણ ગામેથી લાલજીભાઇ છનાભાઇ પરમાર, ભરતભાઇ ઉર્ફે ભોળાભાઇ ખીમજીભાઇ રાઠોડ તથા મયુરભાઇ બાબુભાઇ જેબલીયા જાહેર શેરીમાં સ્ટ્રીટલાઇટના અજવાળે હાર જીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૬૮૮૦ સાથે પકડાયા હતા. પોલીસે ચારેય સ્થળેથી મળી રૂ. ૭૯,૯૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.