અમરાપરામાં આવેલ રામનાથ મહાદેવ મંદિરે બાળકો દ્વારા ગણેશજીની સ્થાપના કરવા આવી છે. નાના ભૂલકાઓએ ઘરે ઘરે જઇને ફાળો એકત્ર કરી મોટું અને સુંદર આયોજન કર્યું છે. અહીં બાળકો દ્વારા ગણપતિ દાદાની આરતી, સત્યનારાયણ ભગવાનની કથા, ધૂન-કીર્તન વગેરેમાં લોકો ભાગ લઇ રહ્યા છે.