બાબરાના અમરાપરા, મફતપ્લોટમાંથી પોલીસે ૬ મહિલાઓને જુગાર રમતાં ઝડપી લીધી હતી. ચકુબેન રતિલાલ તન્ના (ઉ.વ.૪૦), અસ્મિતાબેન ભરતભાઇ ડાભી (ઉ.વ.૪૦), પ્રભાબેન મુકેશભાઇ પીલુકીયા (ઉ.વ.૩૫), રેખાબેન વિનુભાઇ રાઠોડ (ઉ.વ.૪૦), ગીતાબેન અજયભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) તથા કિરણબેન રમેશભાઇ મકવાણા (ઉ.વ.૩૫) જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૦,૨૮૦ સાથે ઝડપાયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.આર. દાંતી વધુ તપાસ કરી રહ્યા છે.








































