બાબરાના અમરાપરા ગ્રામ પંચાયતના સરપંચપદના ઉમેદવાર શોભનાબેન અશોકભાઈ અસલાલીયા વિજેતા થતા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે અશોકભાઈ અસલાલીયા દ્વારા એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં ચૂંટણી લડેલા તમામ ઉમેદવારોને બોલાવી એક નવો જ અભિગમ અપનાવ્યો હતો. આ બેઠકમાં જેઠાભાઈ જિયાણી, સવજીભાઈ તાવેશીયા, ચંદુભાઈ ધોળકીયા, ભરતભાઈ ચેલીયા, ધીરૂભાઈ જિયાણી, ચંદુભાઈ રાજુભાઈ સોરઠીયા, મુકેશભાઈ ખોખરીયા, અજીતભાઈ ખોખરીયા સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતા.