બાબરાના અમરાપરાના ખેડૂત જેરામભાઈ ભરદીયા પોતાની વાડીએ ખેતી કામ કરતા હતા ત્યારે ત્રણ થી ચાર શખ્સોએ ખેતરના કપાસમાં અંદાજે ચારસો ગાડર-બકરાનું ભેલાણ કરતા ખેડૂતે ગાડર-બકરા ચારવાની ના પડતા અજાણ્યા શખ્સોએ ગાળો બોલી લાકડી વડે માર મારવામાં આવતા સિવિલ હોસ્પિટલ બાબરામાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.