સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા દિવ્યધામ ખાતે ૫૧ કુંડી મહાયાગ યજ્ઞનું આયોજન ફાગણ સુદી બીજનાં દિવસે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કસુંબલ લોકડાયરો અને સંતવાણીની સુરાવલીઓએ દિવ્યધામ પરિસરને દેદિપ્યમાન બનાવી દીધુ હતું. ગુજરાતભરમાંથી પધારેલ હજારો ભાવિકોએ જળસંસય અને જળસિંચનની જાગૃતિ લાવવા જળયાત્રા સ્વરૂપે પાતાદાદાનાં નીજ મંદિરથી યજ્ઞ સ્થળ સુધી યાત્રા યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિવ્યધામ એ વઘાસિયા પરિવાર દ્વારા માતા વેરાઇની આરાધનાનું તપસ્થલી છે. અહીં સર્વસમાજ હીતનાં સાર્વજનિક કાર્યો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થઇ રહી છે. યાત્રિકોની સુખાકારી માટે યાત્રીભવનનું નિર્માણ દિવ્યભવનનાં રૂપે સાકાર થઇ રહ્યુ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિવ્યધામ સુરત ટીમનાં યુવાનો જસદણ ટીમનાં યુવાનો સાથે ખભે-ખભા મિલાવી કાર્ય કરી રહ્યા છે. આ તકે દિવ્યધામ ટીમનાં ટ્રસ્ટી રાજુભાઇ વઘાસિયાએ જણાવ્યુ હતું કે, અહીં ધર્મની સાથે સેવાકીય
પ્રવૃત્તિઓ થાય તે આ સંસ્થાનો ઉદેશ્ય રહ્યો છે અને ગુજરાતનાં ગ્રામિણ ક્ષેત્રે કૃષિ કાર્ય કરતા યુવાનો હોય કે શહેરોમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા પરિવાર હોય સૌ આજે માતા વેરાઇની દિવ્ય જ્યોતની ધર્મધ્વજાની છાયામાં એકસુત્રતાનાં તાંતણે બંધાયા છે.