અમરેલી ડેપો દ્વારા બાબરાથી વેરાવળ-સોમનાથ માટે નવી જી્‌ બસ સેવાનો પ્રારંભ થતાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ લોકલ રૂટ શરૂ થવાથી મુસાફરોને ભાડામાં પણ રાહત મળી છે. લાંબા સમયથી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા અને બિપિનભાઈ રાદડિયા દ્વારા ST વિભાગને આ રૂટ શરૂ કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી, જેને આજે સફળતા મળી છે. બાબરા ST ડેપો ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્ર બસિયા અને શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પરવાડિયાના હસ્તે લીલી ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ST ડ્રાઈવર અને કંડક્ટરને શ્રીફળ અને સાકર અર્પણ કરી મોં મીઠા કરાવવામાં આવ્યા હતા, આ બસ દરરોજ બપોરે ૨ઃ૩૦ વાગ્યે બાબરાથી ઉપડી ચિતલ, અમરેલી, ચલાલા, ખાંભા, ધોકડવા, ઉના, કોડીનાર, પ્રાચી થઈને સાંજે ૮ઃ૩૦ વાગ્યે સોમનાથ પહોંચશે. પરત ફરતી વખતે, તે સવારે ૬ઃ૦૦ વાગ્યે સોમનાથથી ઉપડી બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે બાબરા પહોંચશે.