જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગ્રામ પંચાયત દ્વારા ૧પમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી બ્લોક પેવીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. બ્લોક પેવીંગના ખાતમુહૂર્તમાં સરપંચ અનકભાઈ સાંખટ, પ્રવિણભાઈ બાંભણીયા, બીજલભાઈ સાંખટ, વીરાભાઈ સાંખટ, દિનેશભાઈ શિયાળ, દેવાભાઈ ચાવડા, દિનેશભાઈ સાંખટ, જયંતિભાઈ શિયાળ, પાતાભાઈ વાળા, બચુભાઈ સાંખટ તથા ભીમજીભાઈ મકવાણા સહિત તમામ ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યાં હતા. બ્લોક રોડ બનતા ગ્રામજનોમાં આનંદ ફેલાયો હતો.