જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પોલીસ ભરતીની જાહેરાત બાદ ગામના સરપંચ અનકભાઈ સાંખટ અને એકતા ગૃપ દ્વારા યુવક-યુવતીઓ માટે દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સરપંચે જણાવ્યું હતું કે, જે પોલીસ કોન્સ્ટેબલની દોડની ટ્રેનીંગ પાસ કરીને આવશે તેમને સરપંચ તરફથી લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટેના પાઠયપુસ્તકની વ્યવસ્થા કરી આપવામાં આવશે સાથોસાથ લેખિત પરીક્ષા આપવા જતા ઉમેદવારોને જવા-આવવા માટેની વ્યવસ્થા ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવશે.