જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત આત્મનિર્ભર ભારત ગ્રામયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ, મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત પ્રમુખ નાજભાઈ, હિંમતભાઈ, દિનેશદાદા, તાલુકા પંચાયતના સદસ્ય બાલાભાઈ, સામતભાઈ, સરપંચ અનકભાઈ, દીપુભાઈ તથા મામલતદાર, ટીડીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.