બાબરકોટ ખાતે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં સમસ્ત સાંખટ પરિવાર તથા બાબરકોટ ગામ દ્વારા સાતમા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અંબરીષ ડેર, હિરાભાઇ સોલંકી, કરશનભાઇ ભીલ, સરપંચ અનકભાઇ સાંખટ, કરશનભાઇ પરમાર, વિવિધ ગામોના સરપંચો તેમજ ગ્રામજનો હાજર રહ્યાં હતાં.