મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં હવે દારૂના શોખીનો માટે ‘મધુર’ સમાચાર આવ્યા છે, પરંતુ ગાંધીવાદી વિચારો માટે આ આઘાતજનક સમાચાર બન્યા છે. ગુજરાત સરકારની સલાહકાર સમિતિએ પોરબંદરમાં પરમિટ લિકર શોપ ખોલવા માટે લીલી ઝંડી આપી દીધી છે. ગૃહ વિભાગે હોટેલ લોર્ડ્‌સને આ માટે મંજૂરી આપી છે, જેના કારણે હવે પરમિટ ધારકોએ જામનગર કે જૂનાગઢ સુધી લાંબા થવું નહીં પડે. જાકે, આ નિર્ણય સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી અને સ્થાનિક ગાંધીવાદીઓએ ભારે રોષ ઠાલવ્યો છે.
અહિંસા અને સદાચારનો સંદેશ આપનાર પૂજ્ય બાપુની જન્મભૂમિ પોરબંદરમાં હવે કાયદેસર રીતે દારૂ વેચાશે. લાંબા સમયની પ્રક્રિયા બાદ ગુજરાત સરકારની સલાહકાર સમિતિએ પોરબંદરમાં લિકર શોપ શરૂ કરવા માટે ગૃહ વિભાગને ભલામણ મોકલી છે. ખાસ કરીને હોટેલ લોર્ડ્‌સને આ મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લામાં હાલ અંદાજે ૧૫૦૦ જેટલા લોકો પાસે સ્વાસ્થ્યના કારણોસર દારૂની પરમિટ છે. અત્યાર સુધી આ લોકોને દારૂ લેવા માટે પડોશી જિલ્લાઓમાં જવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ આ સુવિધા મળશે.
સરકારના આ નિર્ણયથી ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે નારાજગી જાવા મળી રહી છે. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ આ નિર્ણયની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, બાપુની જન્મભૂમિમાં દારૂની છૂટ આપવી તે અત્યંત દુઃખદ છે. તેમણે ગુજરાત સરકારને વેધક સવાલ પૂછ્યો કે, પહેલા તમે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી અને હવે એક બાદ એક ગુજરાતના અન્ય વિસ્તારોમાં છૂટ આપી રહ્યા છો. જા દારૂની લત આટલી જ વધી ગઈ હોય તો આખા ગુજરાતમાં દારૂબંધીનું નાટક શું કામ?
બીજી તરફ, પોરબંદરના જાણીતા ગાંધી અનુયાયી ડા. સુરેખા શાહે પણ આ નિર્ણયને અયોગ્ય ગણાવતા કહ્યું કે, પ્રવાસન વધારવા માટે દારૂની જરૂર નથી. તેમણે અયોધ્યા અને હરિદ્વારના ઉદાહરણ આપી જણાવ્યું કે ત્યાં પણ શ્રદ્ધાળુઓ જાય જ છે, તો શું ગાંધીની ભૂમિ પર દારૂ વેચવો અનિવાર્ય છે?
આ મામલે હવે રાજકીય ગરમાવો પણ જાવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કાન્તી બુધેચાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગાંધી જન્મભૂમિના ૫ કિલોમીટરના વિસ્તારમાં જ લિકર શોપને મંજૂરી આપવી તે બાપુના આદર્શોનું અપમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે.
પોરબંદર જિલ્લામાં દારૂનું દૂષણ ઓછું કરવાને બદલે સરકાર તેને પ્રોત્સાહન આપી રહી હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. એક તરફ નશાબંધી વિભાગ ‘દારૂ છોડો’ ના હો‹ડગ્સ લગાવી રહ્યું છે, તો બીજી તરફ લિકર શોપ માટે લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે. હવે જાવાનું એ રહેશે કે વિરોધના આ વંટોળ વચ્ચે સરકાર પોતાના નિર્ણય પર અડગ રહે છે કે કેમ તે આગામી દિવસોમાં જ જાણી શકાશે.