મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં સ્થિતત બાંદ્રા પશ્ચિમના શાસ્ત્રી નગરમાં બે માળનું માળખું તૂટી પડ્યું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ૧૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બીએમસીએ જણાવ્યું છે કે દુર્ઘટના બાદ લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈ પોલીસના ડીસીપી મંજુનાથ સિંગેએ જણાવ્યું હતું કે રાત્રે લગભગ ૧૨.૧૫ વાગ્યે ઈમારત ધરાશાયી થઈ હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ૧૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હવે સલામત છે. આ તમામ બિહારના મજૂરો છે. બચાવ કામગીરી ચાલી રહી છે.
ફાયર બ્રિગેડ અને અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. અકસ્માતની માહિતી મળતાં જ ચાર ફાયર ટેન્ડર, પોલીસ, એક એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બીએમસીના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે ૩ થી ૪ લોકો ફસાયા હોવાની આશંકા છે. આવી સ્થિતતિમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે મધરાતે બનેલી ઘટના બાદ વિસ્તારમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.
જ્યારે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ આ ઘટના વિશે ટિવટ કર્યું. ટ્‌વીટ કરતાં તેણે લખ્યું કે હમણાં જ બાંદ્રા વેસ્ટમાં બિલ્ડીંગ ધરાશાયી થવા વિશે સાંભળ્યું. મ્સ્ઝ્રની ટીમ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સાથે એ પણ લખ્યું છે કે હોસ્પિટલમાંથી ઘાયલોની ચોક્કસ સંખ્યાની રાહ જોવાઈ રહી છે. તેઓ બધા ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા. અપડેટ્‌સ માટે અધિકારીઓના સંપર્કમાં રહેશે. આ સિવાય તેમણે ટ્‌વીટ કરીને લખ્યું કે ભાભા હોસ્પિટલના એએમઓ તરફથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના અપડેટ મુજબ, બાંદ્રા વેસ્ટ હાઉસની ઘટનાને કારણે એક વ્યક્તિએ કમનસીબે પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં ૧૬ દર્દીઓને નાની-મોટી ઇજોઓ સાથે દાખલ કરવામાં આવ્યા છે અને હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું