ટીવી અભિનેતા આશિષ કપૂર પર દિલ્હીની એક મહિલા દ્વારા બાથરૂમમાં બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ધરપકડ બાદ, દિલ્હીની તીસ હજારી કોર્ટે આશિષ કપૂરની જામીન અરજી સ્વીકારી લીધી છે. આશિષ કપૂર ટીવી જગતનો એક લોકપ્રિય ચહેરો છે. તેમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ દિલ્હીમાં એક પાર્ટી દરમિયાન બાથરૂમમાં આશિષ કપૂર પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં આશિષ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ તેની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. ૩૩ વર્ષીય આશિષ કપૂર પર ૨૭ વર્ષીય મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં એક હાઉસ પાર્ટી હતી.
અભિનેતા આશિષ કપૂર અને પીડિતા બંને પાર્ટીમાં પહોંચ્યા હતા. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેને બાથરૂમમાં લઈ જઈને હાઉસ પાર્ટી દરમિયાન બળાત્કાર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પીડિતા દિલ્હીની રહેવાસી છે અને એક ઇવેન્ટ મેનેજર છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી કે આશિષે લગ્નના બહાને તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતા અને આશિષ થોડા વર્ષો પહેલા એક ટીવી પ્રોજેક્ટ દરમિયાન મળ્યા હતા. બંને મિત્રો બન્યા હતા, અને પછી અભિનેતાએ પીડિતાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પીડિતાનો આરોપ છે કે અભિનેતાએ તેનું શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.
આશિષ કપૂર ટીવી જગતનો જાણીતો ચહેરો છે. ટીવી ઉપરાંત, તેમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની સારી ફેન ફોલોઇંગ પણ છે. આશિષે સરસ્વતીચંદ્ર, લવ મેરેજ ઓર એરેન્જ્ડ મેરેજ, ચાંદ છુપા બાદલ મેં, સસુરાલ સિમર કા ૨, સાત ફેરે સલોની કા સફર, દેખા એક ખ્વાબ, યે રિશ્તા ક્્યા કહેલાતા હૈ સહિત ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, તેમણે ટેબલ નંબર ૨૧ અને કુરબાન જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.













































