947303506 Doctor collecting samples while a volunteer gives blood

સાવરકુંડલાના બાઢડા ગામે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા યુવા ભાજપ દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યાં હતાં. આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા, કૌશીકભાઇ વેકરીયા, સુરેશભાઇ પાનસુરીયા, જીવનલાલ વેકરીયા, પ્રવિણભાઇ સાવજ, કાળુભાઇ વિરાણી, ચેતનભાઇ માલાણી, શાંતિલાલ શેલડીયા, શરદભાઇ ગૌદાણી, જયસુખભાઇ નાકરણી, નીતિનભાઇ નગદીયા સહિતના ભાજપ અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.