સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં શ્રી બાઢડા કેળવણી મંડળ સંચાલિત એચ.એન.વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં રવિવાર, તારીખ ૧૩ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ શાળાનો ભવ્ય વાર્ષિકોત્સવ ઉજવાયો. આ દરમિયાન ૧૦૧ દીકરીઓ દ્વારા માથે કળશ લઈને મુખ્ય મહેમાનોનું પરંપરાગત સ્વાગત કરાયું. કાર્યક્રમના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી (પૂર્વ કેબિનેટ મંત્રી અને ઇફકો-ગુજકોમાસોલના ચેરમેન) દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. સંસ્થાના સ્થાપક પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનું વિશેષ સન્માન કરાયું. સાથે જ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૪ વિજેતાઓ અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન થયું. આ ઉપરાંત નવી ન‹સગ કોલેજના દાતા પરેશભાઈ ધાંધલીયા સહિત અનેક દાતાઓ અને નિવૃત્ત થયેલા આચાર્ય અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન વી.ડી. કાણકીયા આટ્‌ર્સ કોલેજના પ્રિન્સિપાલ ડા.એસ.સી. રવીયાએ કર્યું. શાળાના આચાર્ય પ્રજ્ઞેશભાઈ ભટ્ટે આભારવિધિ કરી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બાઢડા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ અને સ્થાનિક યુવાનોએ જહેમત ઉઠાવી હતી.