બાઢડા કેળવણી મંડળ સંચાલિત એચ.એન.વિરાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓઓએ શાળાના પ્રથમ સત્ર દરમિયાન રમત-ગમત, ચિત્ર, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા, કલા ઉત્સવ તેમજ ગાંધી જયંતિ અને સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં જિલ્લામાં તેમજ રાજયકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સારો દેખાવ કરનારા તમામ વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ કાળુભાઈ વિરાણી, આચાર્ય તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.