સાવરકુંડલાના બાઢડાથી રાજુલા સુધીનો રોડ છ માસથી મંજૂર થઇ ગયા છતાં હજુ સુધી કામ શરૂ ન થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ બિસ્માર હોવાથી બાઢડાથી રાજુલા પહોંચવામાં દોઢ કલાક જેવો લાંબો સમય પસાર થઇ જાય છે. આ જ રીતે દેતડ રોડ તથા આદસંગ રોડના ટેન્ડર પણ ભરાઇ ગયા છતાં રોડનું કામ શરૂ થયેલ નથી. ત્યારે મંજૂર થઇ ગયેલા તમામ રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.