અમરેલી જિલ્લાના બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતો માટે એક સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ ૪૭ જેટલા ઘટકોમાં સહાય પૂરી પાડવામાં આવશે. આ માટે ખેડૂતોએ તા. ૨૪ થી તા. ૩૧ મે, ૨૦૨૫ સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ કાચા-અર્ધ કાચા મંડપ, પ્રાકૃતિક
કૃષિ, સરગવાની ખેતી, વજન કાંટા-તાલપત્રી, પપૈયા-કેળ ટીસ્યુ પ્રોસેસિંગ સાધનો, ઘનિષ્ઠ ખેતી, નાળિયેર વાવેતર, ટિસ્યુકલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ્સ, ટાંકા નિર્માણ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, ર્શોટિંગ-ગ્રેડિંગ-પેકિંગ યુનિટ, હવાઈ માર્ગે નૂર સહાય અને વોટર સોલ્યુબલ ખાતરમાં મહિલા લાભાર્થીઓને સ્ટાઈપેન્ડ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. અરજી કર્યા બાદ, તેની પ્રિન્ટ પોતાની પાસે રાખી મંજૂરી મળ્યેથી નાયબ બાગાયત નિયામક, જિલ્લા બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, રામેશ્વર મંદિરની બાજુમાં, અમરેલી ખાતે રજૂ કરવી.