રાજુલાના રાજપરડા ગામે રહેતા એક યુવકે બાકી પૈસા પાછા આપવાનું કહેતા તેના માથાના ભાગે ઈજા પહોંચાડી, ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ચાંચ ટીંબા વિસ્તાર અને હાલ રાજુલાના રાજપરડા ગામે રહેતા મનુભાઈ ધીરૂભાઈ શિયાળ (ઉ.વ.૩૫)એ ચાંચ ગામે ગૌતમભાઈ વનાભાઈ ગુજરીયા તથા ગગજીભાઈ વનાભાઈ ગુજરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ભાઈ પાસેથી ગૌતમભાઈ ગુજરીયાને રૂ. ૩૦૦૦ લેવાના બાકી હતી. જે પૈસાની ઉઘરાણી કરતાં તેમણે થોડા સમય પછી પૈસા આપવાનું કહેતા તેમને લાકડીનો ઘા માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ઢીકાપાટુનો મુંઢમાર મારીને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે.પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.