“કહો, મારે શું કામ કરવાનું છે ?”
“સાંભળ: હવે મુદ્દાની વાત એ છે કે, આ જ્યોતિબેન થોડા દૂરથી આવે છે. કમળાપુર તારૂં ગામ છે વતન છે. જ્યોતિબેન બે દિવસ રોકાઇને પછી રજા મૂકી થોડો સરસામાન લેવા પોતાના ગામ જવાના છે. આ બે દિવસના તેમના રોકાણના સમયમાં તારે તેમના માટે સારા લતામાં, બધી સુવિધાવાળો સ્વતંત્ર રૂમ શોધી આપવાનો છે. રૂમમાં બધી જ સગવડ હોવી જાઇએ હા, આ ગામમાં નોકરી દરમિયાન તેઓ માત્ર એકલાં જ રહેવાના છે. હવે તેઓ બે દિવસ અહી છે ત્યાં સુધીમાં રૂમ ગોતી આપવાનું કામ તારૂં છે. બોલ…, આ કામ થઇ શકશે ને? ” આચાર્યએ ઘણું બધું કહ્યું.
“મારા જાણીતા અને ઓળખતા મિત્રોને મળીને આ કામ આજથી જ શરૂ કરી દઇશ…” દામજીએ કહ્યું.
“દામભાઇ…, આ ગામમાં હું સાવ નવી નવી છું…” વચ્ચે જ્યોતિએ હવે બોલવું શરૂ કહ્યું: “ નોકરી માટે આટલે છેટે દોડી આવી છું. મારૂં કહેવું એમ છે કે, બને ત્યાં સુધી તમે જ્યાં રહેતા હો…ત્યાં નજીકમાં જ રૂમ, રસોડું મળે તેવું હોય તો મારે દૂર જવું નથી. કંઇક કામ હોય તો તમને તરત જ કહી શકું, બરાબર ને…?”
“હા, જ્યોતિબેનની આ વાત સાવ સાચી છે. દામજી… તું રહે છે ત્યાં આજુબાજુ તપાસ કરી લેજે. નજીક મળતું હોય તો દૂર જવું નકામું…” આચાર્ય સાહેબે જ્યોતિની વાતને સમર્થન આપતાં કહ્યું. એટલે તરત જ જ્યોતિ સામે જાતાં દામજીએ જવાબ આપ્યો:
“સાહેબ…, તમે ચિંતા ન કરો. હું આજે જ મારી રીતે બધી જ તપાસ કરી લઇશ… પણ..”
“શું પણ…?”
“ પરંતુ સાહેબ, જ્યોતિબેન આજે રહેશે ક્યાં ? ”
“એ ચિંતા તારે કરવાની નથી જ્યાં સુધી રૂમનું નક્કી ન થાય ત્યાં સુધી તેઓ મારા ઘરે મહેમાન બનીને રહેશે તેઓ તો ના…ના… કરે છે. વળી આપણા ગામમાં એક જ ગેસ્ટ હાઉસ છે. ત્યાં આગળ એકલાં રહેવું સારૂં નહીં…”
“તમારી વાત સાચી છે સાહેબ… મારૂં માનો તો એક વાત કરૂં ?”
“બોલને…”
“જ્યોતિબેન મારા ઘરે જ મહેમાન બનીને રહે તો ? જ્યાં સુધી તેમના માટે રૂમનું નક્કી ન થાય ત્યાં સુધી મારા ઘરે જ રહે તેમાં મને કોઇ અડચણ નથી.”
“એ પણ સાચું, બહેનને જ પૂછી જા. મારે ત્યાં રહે તેમાં મને પણ કોઇ વાંધો નથી ને… તારે ત્યાં રહે તો પણ સારૂં…” સાહેબે જ્યોતિ સામે જાઇ, જવાબની આશામાં બેસી રહ્યાં.
“સર….! શિક્ષકને કોની ઉપમા આપી શકાય ? આદર્શ શિક્ષક તેને કહેવાય કે જે બીજાને મદદરૂપ બને તમે બન્ને મારા માટે સરખા છો અને હા.. મારે તો ન છૂટકે બે – ચાર દિવસ તો આમ જ કાઢવા પડશે…” જ્યોતિએ નમ્રતાથી કહ્યું.
“જ્યોતિબેન ખોટું ન લગાડશો…” દામજીએ હવે વાત શરૂ કરી: “મારૂં ઘર સ્કૂલથી થોડે જ દૂર છે. ચાલીને દસ મિનિટમાં ઘરે પહોંચી શકાય છે. વળી મારા ઘરમાં મારી બા એકમાત્ર છે. બહેન કે ભાઇ અને મારા પિતા પણ નથી માત્રને માત્ર અમે મા – દીકરો જ મોટા ઘરમાં રહીએ છીએ. તમો ઇચ્છો તો નિઃશંક મારા ઘરમાં આરામથી રહી શકશો. વળી બા… ને પણ આનંદ થશે.”
પછી તો….
એમ જ થયું. જ્યોતિ સાવલિયા દામજીના ઘરે બે – ચાર દિવસ માટે મહેમાનગતિ કરવા તૈયાર થઇ ત્યારે લાગતું હતું કે તેના ચહેરા પર ખુશીની ચમક પથરાઇ ગઇ હતી.
આજે સ્કૂલનો સમય પૂરો થતાં જ્યોતિ અને દામજી હવે ઘર તરફ ચાલવા લાગ્યા. થોડીવારમાં ઘર આવતાં ડેલીનો આગળિયો ખોલી અંદર દાખલ થતાંની સાથે જ જરા મોટા અવાજે દામજી બોલ્યો ઃ
“બા…એ….બા, શું કરો છો તમે ? સાંભળો…”
“એ આવી…, આવી ગયો તું ? ” થોડે છેટે છેલ્લા રૂમમાંથી બા બોલ્યાં અને ઉતાવળે ઉતાવળે બહાર નીકળ્યા.
બાએ જાયું તો દીકરા સાથે કોઇ અજાણી છોકરી હતી, તેમનું મોં અધખુલ્લું રહી ગયું. તેના આશ્ચર્યનો કોઇ પાર ન રહ્યો. તો પણ ભાવ સાથે થોડું હસી લઇ તેમણે બે હાથ જાડી નમન – વંદન કરતાં કહ્યું ઃ “આવો…આવો, આવો…અંદર ઘરમાં બેસો હું પાણી લઇને આવું…” આટલું કહેતાં બા…રસોડા તરફ ચાલ્યાં.
આમ…. દામજીના નિવાસસ્થાને જ્યોતિ સાવલિયાએ તેના પગ માંડ્યા. ડેલીએથી અંદર આવતાં મોટી ફળી પર તેની ચકોર આંખો ફરી વળી, બધે જ બધે તે જાતી રહી. વિશાળ જગ્યામાં વિશાળ મકાન હતું. અઢાર બાય પંદરનો વિશાળ બેઠકરૂમ હતો. આ રૂમમાં સોફા, ટી.વી. અને અન્ય રાચરસીલું વ્યવÂસ્થત રીતે ગોઠવાયેલું હતું. આ રૂમની આજુબાજુ અન્ય મોટા રૂમ હતા અને આગળના ભાગે મસમોટી ઓસરી હતી. ઓસરીની મધ્યમાં હીંડોળો હતો. હવા –
આભાર – નિહારીકા રવિયા ઉજાસ એકદમ ચોખ્ખા હતા. ખુણા – કોર્નરનો પ્લોટ હોવાથી રોડ તરફ પણ બારણાં બારી મૂકેલા હતાં. એટલે તો પવનનો વેગ પરાણે અંદર પ્રવેશવા મથતો હતો.
આ બધું જ્યોતિ તેની ચકોર નજરે નીરખતી રહી ત્યાં તો સમજુબા રૂમમાં દાખલ થયાં. તેના હાથમાં તાંબાની ડીસ હતી અને તેમાં પાણીના બે પ્યાલા હતા. જ્યોતિને પાણીનો પ્યાલો હાથમાં આપતાં બા બોલ્યાં ઃ “ લે…બેટા ! પાણી પી…” જ્યોતિએ પાણી પીધું. દામજીએ પણ પાણી પીધું એ સાથે જ બોલ્યો ઃ “બા…. અહીં મારી પાસે બેસી જા…” એટલે ટ્રેને ટીપોય પર મૂકી બા…દીકરા પાસે બેઠા.
“ જા બા.., આ જ્યોતિ સાવલિયા છે. થોડા દૂરના છે. તેમને મારી સ્કૂલમાં નવી નવી નોકરી મળેલ છે. આજે જ તેઓ હાજર થયાં. અહીં બધું જ થોડું થોડું નવું લાગે. મે ખૂબ જ આગ્રહ કર્યો પછી તેઓ આપણા ઘરે આવ્યા બે – ચાર દિવસ આપણા મહેમાન બનીને રહેશે. તેમના માટે સારો રૂમ એટલે કે મકાનની તપાસ પણ મારે કરવાની છે..” દામજીએ આટલી વાત કરી.
“બેટા…” સમજુબાએ પોતાની વાત કરતા કહ્યું ઃ “આ આવડા મોટા ઘરમાં આપણે મા – દીકરો બે જ રહીએ છીએ. મોટા મોટા ચાર તો રૂમ છે, બધા રૂમમાં સંડાસ – બાથરૂમ પણ છે. બધી જ સગવડ છે. બન્ને રોડ પર બારી – બારણાં હોવાથી હવા – ઉજાસ પણ પૂરતો છે. આખો દિવસ આવડા આ ઘરમાં હું એકલી જ હોઉ બે – ચાર દિવસ નહીં પણ મહિનો આખો ભલેને આ બેન રહે… મને ખૂબ ગમશે…” (ક્રમશઃ)