દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને જોતા ફરી એકવાર નિર્માણ કાર્ય પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સૌથી વધુ અસર મજૂરો પર પડી છે. દિલ્હી સરકારે મજૂરોની મુશ્કેલી ઓછી કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર તેના સ્તરે પ્રદૂષણ ઘટાડવા માટે ઘણા પગલાં લઈ રહી છે. જ્યારે બાંધકામ બંધ છે ત્યારે તમામ મજૂરોના ખાતામાં ૫-૫ હજોર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. એવી ઘણી કન્સ્ટ્રક્શન સાઇટ્‌સ છે જેનું રજીસ્ટ્રેશન નથી, તેથી ત્યાં કેમ્પ લગાવીને રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે.
દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું કે છેલ્લા ૩-૪ દિવસથી પ્રદૂષણનું સ્તર ઘટી રહ્યું હતું, પરંતુ આજે ફરી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. જેને જોતા આજથી બાંધકામનું કામ બંધ કરવામાં આવી રહ્યું છે. આ સાથે મજૂરોને આર્થિક મદદ પણ કરવામાં આવશે. આ માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે સરકારી કર્મચારીઓ માટે સરકારી કોલોનીઓમાંથી ખાનગી બસો દોડાવવામાં આવશે. નજીકના મેટ્રો સ્ટેશનથી શટલ બસ સેવા શરૂ થશે, જેથી લોકો મેટ્રો દ્વારા આવી શકે અને ઓફિસે સરળતાથી પહોંચી શકે. તેમની વસાહતોથી પણ બસ સેવા શરૂ કરવામાં આવશે, જેથી લોકો તેમના ખાનગી વાહન દ્વારા ન આવે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ફરી એકવાર વધી ગયું છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ આજે એટલે કે ૨૫ નવેમ્બરે ૩૮૩ નોંધાયો હતો અને તે ખૂબ જ નબળી શ્રેણીમાં છે, જ્યારે ૨.૫ પીએમ સ્ટાન્ડર્ડ ૨૬૨.૫૧ છે. નોઈડાની હવા ગુણવત્તા સૂચકાંક પણ ખૂબ જ નબળી છે અને તે ૩૨૬ પર નોંધવામાં આવ્યો છે. આ સિવાય ગુરુગ્રામમાં હવા ગુણવત્તા સૂચકાંક ૩૦૯ છે. છઊૈં ને શૂન્ય અને ૫૦ ની વચ્ચે ‘સાર્રા, ૫૧ અને ૧૦૦ ની વચ્ચે ‘સંતોષકારર્ક, ૧૦૧ અને ૨૦૦ ની વચ્ચે ‘મધ્યર્મ, ૨૦૧ અને ૩૦૦ ની વચ્ચે ‘નબર્ળું, ૩૦૧ અને ૪૦૦ ની વચ્ચે ‘ખૂબ જ નબર્ળું અને ૪૦૧ વચ્ચે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને ૫૦૦ને ‘ગંભીર્ર શ્રેણીમાં ગણવામાં આવે છે.’