બાંગ્લાદેશ સામે ટી ૨૦ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમની જાહેરાત કરી હતી. ૧૫ સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે. હાર્દિક પંડ્યા પણ ટીમનો ભાગ છે.
મયંક યાદવે ટીમમાં આશ્ચર્યજનક રીતે એન્ટ્રી કરી છે પણ ઈશાન કિશન ફરી નિરાશ થયો છે અને તેને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી ૨૦માં સામેલ કરવામાં આવ્યો નથી. ટી ૨૦ સીરીઝ ૬ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે.
મયંક યાદવનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મયંકે આઇપીએલ ૨૦૨૪માં લખનૌ સુપર જાયન્ટ્‌સ માટે તોફાની બોલિંગ કરી હતી. મયંક ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જા કે મયંક ઈજાના કારણે આઈપીએલની સીઝનની મધ્યમાં બહાર થઈ ગયો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ છે. ભારતીય ટીમમાં સંજુ સેમસન અને જીતેશ શર્માને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદના ક્રિકેટર અભિષેક શર્મા અને નીતિશ કુમાર રેડ્ડી પણ શ્રીલંકા સામેની ટી૨૦ શ્રેણીમાંથી બહાર થયા બાદ ટીમમાં પરત ફર્યા છે. અભિષેકની શ્રીલંકા સામેની ત્રણ મેચની ્‌૨૦ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી ન હતી. રસપ્રદ વાત એ છે કે, ૧૫ સભ્યોની ટીમમાં અભિષેક એકમાત્ર ઓપનિંગ બેટ્‌સમેન છે, જેનો અર્થ છે કે તે સંજુ સેમસન સાથે ઓપનિંગ કરી શકે છે. દરમિયાન, સ્પિનર વરુણ ચક્રવર્તી ત્રણ વર્ષ બાદ ભારતની ટી ૨૦ ટીમમાં પરત ફર્યો છે. વરુણ છેલ્લે ૨૦૨૧માં યોજાયેલા ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારત તરફથી રમ્યો હતો.
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રબોર. શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.
ભારત-બાંગ્લાદેશ ટી ૨૦ શ્રેણીનું શેડ્યૂલ
૧લી ટી ૨૦- ગ્વાલિયર- ૬ ઓક્ટોબર
બીજી ટી ૨૦- દિલ્હી- ૯ ઓક્ટોબર
ત્રીજી ટી ૨૦- હૈદરાબાદ- ૧૨ ઓક્ટોબર
(તમામ ટી૨૦ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે શરૂ થશે)