(એ.આર.એલ),મુંબઇ,તા.૬
બાંગ્લાદેશમાં બગડતી પરિÂસ્થતિને જાતા ત્યાં ૩થી ૨૦ ઓક્ટોબર દરમિયાન યોજાનાર મહિલા ્‌૨૦ વર્લ્ડકપની યજમાની પણ છીનવાઈ શકે છે.આઇસીસી તરફથી આ અંગે એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે.
સુરક્ષા કારણોસર, આંતરરાષ્ટÙીય ક્રિકેટ પરિષદ બાંગ્લાદેશ પાસેથી આ સમગ્ર ટૂર્નામેન્ટની યજમાની છીનવી શકે છે અને તેને અન્ય કોઈ દેશને સોંપી શકે છે. આ ઇવેન્ટની યજમાની માટે આઇસીસીની પ્રથમ પસંદગી ભારત છે, જ્યારે શ્રીલંકા અને યુએઇ પણ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે વિચારણા હેઠળ છે.
એક અહેવાલ મુજબ આઇસીસીએ બાંગ્લાદેશ માટેના વિકલ્પો પર ચર્ચા શરૂ કરી દીધી છે. આ ટુર્નામેન્ટની સંપૂર્ણ તૈયારી ભારત અને શ્રીલંકામાં ટુંક સમયમાં થઈ શકે છે. જા કે, ઓક્ટોબરમાં શ્રીલંકામાં વરસાદની સ્થતિ પણ આવી શકે છે જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારતમાં વિઝા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થતિમાં યુએઇને પણ વિકલ્પ તરીકે રાખવામાં આવ્યો છે. જા બીસીસીઆઇ સંમત થાય તો પાકિસ્તાની ટીમને કોઈ અડચણનો સામનો કરવો નહીં પડે. આવી સ્થતિમાં ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં જ થશે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આઇસીસી આ મુદ્દા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. બોર્ડના એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આઇસીસી તમામ સભ્ય દેશોમાં સુરક્ષા મોનિટરિંગ સિસ્ટમ ધરાવે છે. ટૂર્નામેન્ટ શરૂ થવામાં હજુ ૭ અઠવાડિયા બાકી છે ત્યારે પરિસ્થતિ પર ખૂબ નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આવી સ્થતિમાં બાંગ્લાદેશ નહીં તો કયા દેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે તે કહેવું વહેલું ગણાશે.