માલદીવની જેમ બાંગ્લાદેશમાં પણ વિરોધ પક્ષોએ ઇન્ડિયા આઉટ’નું શરૂ કરેલુ અભિયાન વેગ પકડે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે, જે ભારત માટે ચિંતાની વાત છે. માલદીવમાં ઇન્ડિયા આઉટ કેમ્પેઈન ચલાવીને મહોમ્મદ મુઈજ્જુએ સત્તા મેળવી છે ત્યારે તેના જ પગલે ચાલીને બાંગ્લાદેશમાં બેગમ ખાલિદા ઝીયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી તેમજ બીજા પક્ષોએ પણ ભારત વિરોધી અભિયાન શરુ કરી દીધુ છે.
વિરોધ પક્ષો હવે આ અભિયાનમાં એક ડગલુ આગળ વધ્યા છે અને તેમણે દેશમાં ભારતીય પ્રોડકટસનો બહિષ્કાર કરવા માટે એલાન આપ્યુ છે. ભારત માટે આ એલાન ખતરાની ઘંટડી સમાન છે.
બાંગ્લાદેશમાં ગયા મહિને થયેલી ચૂંટણીમાં શેખ હસીના સતત ચોથી વખત જીત્યા હતા અને વડાપ્રધાન બન્યા છે. જાકે વિરોધ પક્ષોનો આરોપ છે કે, આ ચૂંટણી નિષ્પક્ષ રીતે નહોતી યોજાઈ. બાંગ્લાદેશમાં ઘણા લોકો એવા છે જે વિપક્ષના દાવાને સમર્થન આપી રહ્યા છે. વિપક્ષ દ્વારા આ ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. વિપક્ષી પાર્ટીઓનો આક્ષેપ છે કે ભારત દ્વારા બાંગ્લાદેશની આંતરિક બાબતોમાં ચંચૂપાત કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ ભારતનું શેખ હસીના પ્રત્યેનું નરમ વલણ જગજાહેર છે. ભારતે તેમની સાથે મળીને ઘણા મહ¥વના પ્રોજેકટ પર કામ કર્યુ છે. જેના કારણે જ ભારતે બાંગ્લાદેશની ચૂંટણી નિષ્પક્ષ નહીં હોવાના આરોપો પર મૌન ધારણ કરેલું છે.
શેખ હસીના ભારતને મિત્ર ગણાવે છે તો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને બીજા પક્ષો ભારતને હંમેશા શંકાની નજરે જાતા આવ્યા છે. જેના કારણે હવે બાંગ્લાદેશમાં ભારતનો વિરોધ ઇન્ડિયા આઉટ કેમ્પેઈન સુધી પહોંચી ચૂક્યો છે