એટીએસએ બે શખ્સોની ધરપકડ કરી
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં તાજેતરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડી ડિપોર્ટ કરી દેવાયા છે. તો બીજી તરફ અહીં જે બાંગ્લાદેશીઓ રહેતા હતા અને તેમણ અહીં જે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા એ બનાવવા માટે શહેઝાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરનાં લેટરપેડનો ઉપયોગ કરાયો હોવાનું એટીએસની તપાસમાં ખુલતા ચકચાર મચી છે.
હાલ એટીએસે આ મામલે એક બાંગ્લાદેશી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર એક એજન્ટને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશથી વિરુદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી, જેમાં અનેક બાંગ્લાદેશોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા પણ એક બાંગ્લાદેશી નાગરિકની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી.બાંગ્લાદેશીની તપાસ દરમિયાન સામે આવ્યું કે તેણે કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. આરોપીની દુકાનમાંથી પણ ૧૩ જેટલા બાંગ્લાદેશોના નકલી ડોક્યુમેન્ટ મળ્યા છે. સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણની પણ ભૂમિકા સામે આવી છે.ગુજરાત એટીએસે બાતમીના આધારે રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. બાંગ્લાદેશી નારોલમાં રહેતો હતો. આરોપી તેના મકાનની નીચે વીઆઈપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે.
તેણે પોતાના ખોટા આઇડી પ્રૂફ બનાવી ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. રાણા સરકારે અને રોબ્યુલ સ્લામનાએ નારોલ મણિયાર પેટ્રોલ પંપ સામે આવેલા અલકુરેશ એન્ટરપ્રાઇઝના સોહેબ કુરેશી સાથે મળીને બીજા બાંગ્લાદેશી અને અન્ય લોકોનાં પણ આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિતના ખોટા દસ્તાવેજા બનાવી પાસપોર્ટ કઢાવી આપ્યા હતા.
આરોપીની ધરપકડ બાદ તેની મોબાઇલની દુકાનમાં તપાસ કરવામાં આવી તો આ તપાસ દરમિયાન દુકાનમાંથી આધારકાર્ડ,પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ મળ્યાં હતાં, જેમાં આરોપી રાણા સરકારનું આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ બાંગ્લાદેશનું આઈકાર્ડ ભારત સરકારનો શ્રમ કાર્ડ અને બેંક ઓફ બરોડાની પાસબુક મળી આવી હતી. આ ઉપરાંત રાણા સરકારે રોબ્યુઅલ ઇસ્લામ નામના માણસે લાવેલા ૧૩ થી ૧૪ જેટલા બાંગ્લાદેશી માણસોના બોગસ આઈડી પ્રૂફ શોએબ મોહમ્મદ પાસે બનાવડાવ્યા હતા અને તેમના પાસપોર્ટ બનાવવા માટેની પણ અરજી કરી હતી.સોએબ કુરેશીની દુકાનમાં તપાસ કરતા તેની દુકાનમાંથી પણ ૨૨ જેટલા નકલી દસ્તાવેજા મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપીના કોમ્પ્યુટર તથા લેપટોપ માંથી ખોટા આધાર કાર્ડ બનાવવા માટેના નકલી સર્ટિની ૩૦૦ થી વધારે પાનકાર્ડ,જન્મના દાખલા સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.આ બધાનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થતો હતો.આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. આરોપીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ,કોર્પોરેટર ગીતા સોલંકી અને પૂર્વ કોર્પોરેટર કમરૂદ્દીનના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા .શહેઝાદ ખાન પઠાણના લેટરપેડ ના આધારે ચાર ડોક્યુમેન્ટ બનાવ્યા હતા.ગીતા પરમારના લેટરપેડ ના આધારે ૧૫ ડોક્યુમેન્ટ અને કમરૂદ્દીનના લેટરપેડના આધારે બે ડોક્યુમેન્ટ બનાવ્યા હતા.
ગુજરાતી એટીએસએ રાણા સરકાર અને શોએબ મોહમ્મદની ધરપકડ કરી છે. રાણા સરકાર મૂળ બાંગ્લાદેશનો નિવાસી છે. જે વર્ષ ૨૦૧૨માં ખેતરના માર્ગે ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવ્યો હતો. તે દિનહાટમાં આવ્યો ત્યાંથી સીલીગુડી,હાવડા, તમિલનાડુ,બેંગલોર,મુંબઈ થઈ ૨૦૧૫ માં અમદાવાદ આવ્યો હતો.૨૦૧૭માં તેણે પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને તેણે દુકાન ભાડે લઈ ૨૦૧૮માં આધાર કાર્ડ,પાનકાર્ડ,ચૂંટણીકાર્ડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.જ્યારે અન્ય આરોપી શોએબ કુરેશી મુળ રાજસ્થાનનો નિવાસી છે.તે ૨૦૧૫ થી આધાર કાર્ડ, પાનકાર્ડ,પાસપોર્ટ વગેરેની ઓનલાઈન અરજીઓ માટે દુકાન ચલાવતો હતો. બનાવટી ડોક્યુમેન્ટસના આધારે આરોપીઓ દ્વારા બનાવવામાં આવતા પાસપોર્ટ માત્ર છેતરપિંડી નહી પરંતુ તેનાથી વિશેષ આતંકવાદ,જાસૂસી, દાણચોરી,ગેરકાયદેસર ઈમીગ્રેશન તથા અન્ય જાખમમાં પણ વધારો કરી શકે છે.જેથી એટીએસ દ્વારા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઉપરાંત જે પણ કોર્પોરેટર ના નામ સામે આવ્યા છે તેમની પણ આગામી દિવસમાં પૂછપરછ કરવામાં આવશે.છસ્ઝ્ર વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ મારા લેટરપેડનો ઉપયોગ કરીને કર્યું હોઈ શકે છે. જે આરોપીઓની ધરપકડ થઈ છે તેઓને હું ઓળખતો નથી.