(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૬
વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશ અને ત્યાં રહેતા લધુમતીઓની સ્થતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પ્રેસ કોન્ફરન્સ કરી વિહિપના આંતરરાષ્ટય અધ્યક્ષ અને સીનિયર વકીલ અલોક કુમારે કહ્યું કે, આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ એક હિંસામાં ફસાયેલો છે. તેમણે કહ્યું કે, હસીના સરકારના રાજીનામા બાદ અને તેમના દેશ છોડ્યા બાદ વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સંકટની આ ઘડીમાં ભારત એક મિત્ર તરીકે બાંગ્લાદેશની સાથે મજબૂતીથી ઊભું છે. પરંતુ ત્યાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતી વખતે આલોક કુમારે કહ્યું કે, બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયમાં હિન્દુ, શીખ અને અન્ય લઘુમતીઓના ધાર્મિક સ્થાન, વ્યવસાયિક સંસ્થાઓ અને ઘરને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ગત્ત રાત્રે માત્ર પંચગઢ જિલ્લામાં ૨૨ ઘર, ઝીનૈદાહમાં ૨૦ ઘર અને જૈસોરમાં ૨૨ દુકાનોને કટ્ટરપંથીઓએ નિશાને બનાવી હતી.આલોક કુમારે કહ્યું કે, ભારત આ હાલત પર આંખો બંધ કરી શકતી નથી. ભારતે હંમેશા દુનિયા ભરમાં પીડિતોની મદદ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ ભારત સરકારને એ આગ્રહ કરે છે કે, બાંગ્લાદેશમાં લધુમતીઓની સુરક્ષા માટે દરેક પગલું ભરે, આલોક કુમારે કહ્યું કે, બાંગ્લાદેશમાં કોઈ એવું સ્થળ નહિ હોય જ્યાં હિંસા અને આંતક જાવા મળ્યો ન હોય.તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં એક સમયે હિંદુઓ ૩૨% હતા પરંતુ હવે ૮% થી ઓછા રહી ગયા છે. જેઓ રહે છે તેઓ પણ પરેશાન છે.પત્રકારો સાથએ વાત કરતા આલોક કુમારે કહ્યું કે, બાંગ્લાદેશની હાલત જાઈ વિશ્વ સમુદાયને આગળ આવવું જાઈએ, દુનિયાના સમૃદ્ધ અને તાકતવર દેશોની જવાબદારી છે કે, બાંગ્લાદેશમાં લધુમતીઓની સુરક્ષા માનવધિકારોની રક્ષા માટે કાર્યવાહી કરે. તેમણે ચેતવણી પણ આપી હતી કે, શક્ય છે કે આ Âસ્થતિનો ફાયદો ઉઠાવવામાં આવે અને સરહદ પારથી ઘૂસણખોરી કરવામાં આવે. સરકારે આ અંગે સાવચેત રહેવું પડશે. તેમણે કહ્યું કે આપણા સુરક્ષા દળો માટે સરહદ પર કડક તકેદારી રાખવી અને ઘૂસણખોરી ન થવા દેવી તે મહત્વપૂર્ણ છે.
વિહિપ પ્રમુખે કહ્યું કે અમારી ઈચ્છા છે કે બાંગ્લાદેશમાં વહેલી તકે લોકશાહી અને ધર્મિનરપેક્ષ સરકારની સ્થાપના થાય. ત્યાં માનવ અધિકાર પુનઃસ્થાપિત કરવા જાઈએ અને બાંગ્લાદેશે આર્થિક રીતે પ્રગતિ કરવી જાઈએ. ભારત અને તેની સરકાર આ મામલે બાંગ્લાદેશના સહયોગી બની રહેશે.