બોટાદમાં થયેલા ઘર્ષણ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનુ નિવેદન સામે આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે બહારથી આવેલા માણસોએ આ કામ કર્યુ છે. તેમણે આને પૂર્વ આયોજિત કાવતરુ ગણાવ્યું.તેમણે કહ્યું કે ઘટના જાશો તો કપાસની ખરીદી બોટાદ અને લાઠીદડમાં થઈ હતી, તમામ સૂચના રાજ્ય સરકાર દ્વારા અપાઈ ગઈ હતી, આ સંદર્ભે બેઠક પણ થઈ ચૂકી હતી, કોઈ પણ મુદ્દા ન હોવા છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને લઇને પહોંચ્યા હતા. . તેમણે કહ્યું કે આ કોઇ ખેડૂતોનો મુદ્દો ન હતો, માત્ર બહાનું હતું.ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે આ આ પૂર્વ આયોજિત કાવતરૂ કોણે કર્યું તે સૌએ જાયું છે. દિલ્હીને બરબાદ કર્યા બાદ લોકોએ પંજાબની પણ હાલત જાઈ છે. દિલ્હીમાં કૌભાંડો કર્યા બાદ કેજરીવાલને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આવી રાજનીતિ ના કરો પ્રજાના કામો કરો અને લોકોની વચ્ચે જાઓ.બોટાદના હડદડ ગામમાં થયેલા ઘર્ષણ મુદ્દે પોલીસે કાર્યવાહી કરી છે. આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને મુખ્ય આરોપી બનાવાયા છે. જ્યારે આ બંને સહિત ૮૫ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમા હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર રચ્યાની કલમો હેઠળ ગુનો  નોંધવામાં આવ્યો છે.. પોલીસે આ ઘટનામાં ૫૦થી વધુ વાહનો પણ ડિટેઈન કર્યા છે