ધ્વનિ પ્રદૂષણ ગંભીર મુદ્દો બનતો જાય છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં ધ્વની પ્રદૂષણને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે અરજદારે તંત્ર દ્વારા નોઈસ પોલ્યુશન અંગે યોગ્ય અમલ નહીં થતો હોવાની રજૂઆત કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સરકારને કહ્યું હતું કે, આ ગંભીર મુદ્દો છે. તમે ઢીલાશના રાખી શકો. આ અંગે કામગીરી બહાનાબાજી ના કરો. હાઇકોર્ટે સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.ગુજરાત હાઇકોર્ટમાં આજે ધ્વનિત પ્રદૂષણ સંદર્ભની કન્ટેમ્પ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ એÂપ્લકેશન કરવામાં આવી છે. આ મામલે આજે ડબલ રજની કન્ટેન્ટ બેન્ચ સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી.અરજદારે મામલે જણાવ્યું હતું કે, “ધ્વનિ પ્રદૂષણ અને રોકવા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે જે નિર્દેશો આપ્યા છે, તેનું પાલન ઓથોરિટી કરાવી શકી નથી, અને આ અંગે સર્ક્યુલર અને એસોપી બનાવવામાં આવી છે, તે ફક્ત કાગળ ઉપર છે.ધ્વનિ પ્રદૂષણ અંગે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ધ્વનિ પ્રદૂષણ એક ગંભીર મુદ્દો છે, તમે કામગીરીમાં બહાનાબાજી કરીને ઢીલાશ ન રાખી શકો તમારી પાસે કામની આશા રાખીએ છીએ. જીપીસીબીનું કામ એસઓપી જાહેર કરવાનું છે. નિયમોનું પાલન કરાવવાનું કામ પોલીસનો છે.”ગુજરાત હાઇકોર્ટે આ મામલે સવાલ કર્યો હતો કે, ઓથોરિટી એ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશોના પાલન માટે શું કર્યું? ઓથોરિટીએ જે પગલાં ભર્યા હોય તે કોન્ક્રીટ ફોર્મમાં આપો. જીપીસીબીનું કામ એસોપી આપવાનું છે. અમલવારીનું કાર્ય ગૃહ વિભાગનું છે .હાઇકોર્ટે ફકત સુપ્રીમ અને તેના નિર્દેશોના પાલનમાં રસ છે. રાજ્ય સરકાર તરફથી યોગ્ય અધિકારી એફિડેવિટ કરે કે શું કોન્ક્રીટ પગલાં લેવામાં આવ્યા છે. આ મામલે વધુ સુનાવણી ૨૦ નવેમ્બરના દિવસે યોજાશે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન પ્રદૂષણ મુદ્દે છેલ્લા આઠ મહિનામાં તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી, તેનો જવાબ માંગ્યો હતો. હાઇકોર્ટ જવાબ આપતા સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કામ કરી રહ્યા છે. તદુપરાંત ધ્વનિ પ્રદુષણ રોકવા અત્યાર સુધીની કામગીરીનું રિપોર્ટ સોપવા કોર્ટે સરકારને ટકોર કરી હતી.








































