ઝારખંડના પલામુ આવેલ ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદે મોટું નિવેદન આપતાં સીધી રીતે બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ પર પ્રહારો કર્યા અને કહ્યું કે તેમણે બહસપાને ભાજપને વેચી મારી છે એ યાદ રહે કે ચંદ્રશેખર યુપી વિધાનસભા ચુંટણીમાં ગોરખપુરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિરૂધ્ધ ચુંટણી લડયા હતાં પરંતુ તેમનો પરાજય થયો હતો.
ચંદ્રશેખર અહીં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતાં મેદિનીનગરમાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે માયાવતીની ચાલ ઢાલથી બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરના આદર્શોને ખુબ નુકસાન પહોંચ્યું છે જેને અમે વિખેરવા દઇશું નહીં તેમણે કહ્યું કે માયાવતી ખુદને,પોતાના ભાઇ ભત્રીજા અને સંપત્તિને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સામે આત્મસમર્પણ કરી દીધુ છે.
ભીમ આર્મી પ્રમુખે કહ્યું કે માયાવતીનો આ દલિત સમાજની સાથે વિશ્વાસધાત છે અને અમે તેને બિલકુલ સહન કરીશું નહીં તેમણે કહ્યું કે માયાવતીના ઘુંટણીએ ટેકવાથી આજે દેશના દરેક બે લાખ રૂપિયાના વિદેશી કર્જદાર છે તેમણે કહ્યું કે દેશમાં ફાંસીવાદી શક્તિઓનો મુકાબલો કરી શકાય છે અને તેના માટે ભીમ આર્મી પોતાના દલિત સમુદાયને એક કરવાનું અભિયાન ચલાવી રહ્યું છે.
ચંદ્રશેખરે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના સંબંધમાં એક સવાલના જવાબમાં કહ્યું કે યુપીએની સત્તા હોય કે એનડીએની બંન્ને સરકારો બહુજન સમાજ એટલે કે દલિતોને દબાવવા માટે જ છે આને સહન કરવામાં આવશે નહીં તેમણે કહ્યું કે લાતેહારમાં તેમની ભીમ આર્મીના જીલ્લાધ્યક્ષ જગજીવન રામની પોલીસે ધરપકડ કરી જેથી અમારો કાર્યક્રમ નિષ્ફળ રહે આ જનતાંત્રિકોની વિરૂધ્ધ છે અને તેની વિરૂધ્ધ સંધર્ષ ચાલુ રહેશે ભાજપ સહિત તમામ પાર્ટીઓ બહુજન સમાજની વિરૂધ્ધ છે અને અમે આંબેડકરના આદર્શો હેઠળ દલિત ચેતનનાનું કામ જીવીશું ત્યાં સુધી કરતા રહીશું