patrika.com

રાજસ્થાનના સૈનિક કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગુઢાએ કહ્યું છે કે બસપાથી કોંગ્રેસમાં સામેલ છ ધારાસભ્યોને તે સમ્માન મળ્યું નથી જેના તે હકદાર હતાં ગુઢાએ કહ્યું કે એ સાચી વાત છે કે બસપાથી કોંગ્રેસમાં સામેલ થયેલ ધારાસભ્યોને જે સમ્માન મળવું જોઇએ તે મળ્યું નથી ગુઢાનું આ નિવેદન સત્તારૂઢ કોંગ્રેસ માટે રાજયસભા ચુંટણી પહેલા ચિંતા વધારનારૂ બની શકે છે.કોંગ્રેસ ચુંટણી પહેલા પાર્ટી અને સમર્થક ધારાસભ્યોને એક રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.ગુઢા બસપાથી કોંગ્રેસમાં સામેલ થયેલ તે ધારાસભ્યોમાં સામેલ છે જેમણે ઉદયપુરમાં આયોજીત કોંગ્રેસ શિબિરમાં જયપુર હોવા છતાં ભાગ લીધો ન હતો.
એ યાદ રહે કે બસપાની ટિકિટ પર વિધાનસભા ચુંટણી જીતનારા છ ધારાસભ્યો રાજેન્દ્ર ગુઢા લખન મીણા દીપચંદ ખેરિયા સંદીપ યાદવ જોગિંદર અવાના અને વાજિબ અલી છે તેઓ ૨૦૧૯માં કોંગ્રેસમાં સામેલ થયા હતાં ગુઢાએ કહ્યું કે કોંગ્રેસના પ્રદેસ પ્રભારી અજય માકને કેટલાક વચનો આપ્યા હતાં જેને તેઓ પુરા કરી શકયા નથી તેમણે કહ્યું કે રાજનીતિમાં જે પ્રતિબધ્ધતા હોય તે પુરી કરવી જોઇએ અજય માકન અમારા પ્રભારી છે તેમણે મારી સમક્ષ કેટલીક પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી પરંતુ તેને પુરી કરી નથી
એ યાદ રહે કે રાજસ્થાનથી રાજયસભાની ચાર બેઠકો માટે ૧૦ જુને મતદાન થનાર છે કોંગ્રેસે મુકુલ વાસનિક પ્રમોદ તિવારી અને રણદીપ સિંહ સુરજેવાલાને મેદાનમાં ઉતાર્યા છે.જયારે ભાજપે પૂર્વ મંત્રી ધનશ્યામ તિવારીને ઉમેદવાર બનાવ્યા છે.વિધાનસભાની ૨૦૦ બેઠકોના હિસાબે જોઇએ તો કોંગ્રેસ ૧૦૮ ધારાસભ્યોની સાથે બે બેઠકો અને ભાજપ ૭૧ ધારાસભ્યો સાથે એક બેઠક આરામથી જીતી શકે છે બે બેઠકો બાદ કોંગ્રેસની પાસે ૨૬ વધુ અને ભાજપની પાસે ૩૦ વધુ મત હશે.એક ઉમેદવારને જીતવા માટે ૪૧ મત જોઇએ આથી એક બેઠક માટે મુકાબલો રસપ્રદ બનશે