લીલીયા તાલુકાના બવાડા ગામે આવેલી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ભવ્ય લોકડાયરો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગ્રામજનો જોડાયા હતા. લોકગાયક વિમલ મહેતા અને અન્ય કલાકારોએ પોતાની કલાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળામાંથી બદલી થઈને જતા શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠીયાનું વિદાય સન્માન પણ કરવામાં આવ્યું હતું. દાનમાં એકત્ર થયેલી રકમ પક્ષીઓના ચણમાં વાપરવામાં આવશે.