બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામેથી એક સગીરાને યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જેને લઈ સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, અજાણ્યો આરોપી તેમની સગીર વયની પુત્રીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.