youtube.com

પોતાના કુકર્મોથી દેશભરમાં કુખ્યાત થયેલા આસારામ અને નારાયણ સાઈ સાધુતાના વેશમાં કેવા પાપાચાર આચરતા હવે તે આખું જગત જાણે છે. ૨૦૦૮ દીપેશ-અભિષેક નામના અમદાવાદના રાણીપ વિસ્તારના બાળકો આસારામ આશ્રમના ગુરુકૂળમાંથી ગૂમ થયા,અને બે દિવસમાં બાળકોની લાશ સાબરમતી નદીના તટ પરથી મળી આવી હતી. આસારામ અને તેનો પુત્ર નારાયણ સાઈ ૨૦૧૩માં એક દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ છે.ત્યારે,બંનેની જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.આ અરજી પર સુનાવણી ૨૬ નવેમ્બરે થશે.
બગલો અને ઢેલ ઉપનામધારી મહિલાઓની આડમાં આસારામ પોતાના આશ્રમમાં આવતી યુવતીઓને ભોળવી,પટાવી અને ક્યારેક ધાક-ધમકીથી યૌન શોષણ કરતો હતો. તો નારાયણ સાઈ પોતાના પેઢમાલા આશ્રમમાં યુવતીઓને ગોપીનો વેશમાં રાખી વૃંદાવન રાસ રચતો હોવાના આક્ષેપો પણ થયા હતા. આસારામની ઉમર હવે ૮૨ વર્ષની છે ત્યારે,તેમણે અને પુત્ર નારાયણે મેડીકલ ગ્રાઉન્ડ પર જામીન માંગ્યા છે. હાઈકોર્ટે બંનેનો તાજા મેડીકલ રીપોર્ટ આપવા જણાવ્યું છે. આસારામના વકીલનું કહેવું છે કે, જીઝ્રના નિર્દેશ મુજબ ૮ વર્ષથી જેલમાં હોવાથી જામીન મળવાપાત્ર છે. બંન્નેની તબિયત નાદુરસ્ત હોવાથી જામીન મળવા જાઇએ
૨૦૦૮ માં આસારામ આશ્રમના ચાલતી ગેરરીતિ અને આશ્રમ સાથે આસારામનાં તમામ રાઝ જાણનારા લોકો,આશ્રમમાંથી અલગ થયા બાદ મોં ખોલવા લાગ્યા હતા.ત્યારે, આસારામે એક-એકને સાફ કરી નાખવા મેદાને પડ્યા હતા તેવો પણ આરોપ લાગ્યો હતો .પછી તે રાજુ ચાંડક હોય કે વૈધ અમૃત પ્રજાપતિ.રાજુ ચાંડક પર ફાયરિંગ કરાવ્યું અને વૈધ અમૃત પ્રજાપતિ પર હૂમલા કરાવ્યા બાદ, રાજકોટમાં અમૃત પ્રજાપતિની હત્યા કરાવવાનો આરોપ પણ આસારામ પર જ છે. ૨૦૧૩માં દુષ્કર્મના ગુના હેઠળ આસારામની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની જામીન અરજી પરની સુનાવણી હવે ૨૬ નવેમ્બરના હાથ ધરાશે