અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પરથી ફરાર થયેલ આજીવન કેદની સજા પામેલ
કેદી પરેશ ઉર્ફે પલ્લો આંબાલાલ ધાધલને કચ્છ જિલ્લાના સુખપર ગામેથી પોલીસે પકડી પાડ્યો છે. આ કેદીને IPC કલમ ૩૭૬ અને પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદની સજા થઈ હતી. ત્યારબાદ તે ૧૪ દિવસની ફર્લો રજા પર મુક્ત થયો હતો. ત્યારબાદ તા.૧૩/૦૪/૨૦૨૫ના રોજ જેલ પર હાજર થવાનું હતું, પરંતુ તે ફરાર થઈ ગયો હતો. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે તપાસ હાથ ધરી ફરાર આરોપીને ઝડપીપાડ્યો હતો. આ કામગીરી પો.સબ ઇન્સ. એન.જી. સાપરા અને તેમની ટીમે કરી હતી.