પોતાના ધારદાર વલણો માટે જોણિતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર ભાજપ પર પ્રહારો કર્યા છે.તેમણે પોતાના ટ્‌વીટમાં જ ભાજપને ખરીખોટી સંભળાવવામાં કોઇ કસર છોડી નથી તેમણે ટ્‌વીટ કર્યું કે તે મહારાષ્ટ્રના બળવાખોરોને પશ્ચિમ બંગાળ મોકલી દે અમે તેમની સારી ખાતિરદારી કરીશું
મમતાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાન મચાવવાનો સમય સમજી વિચારીને પસંદ કર્યો છે.તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ચુંટણીમાં તે લોકો એક લાખ મતોથી પાછળ છે આથી તેમણે આ સમય પસંદ કર્યો છે.ભાજપ પાસે પૈસાની કમી નથી અને તે ખરીદ વેચાણ કરી શકે છે.તેમણે આગળ કહ્યું કે આ સ્થિતિ જોઇ ગણતંત્રને લઇ અમને શંકા થઇ રહી છે.અમને ન્યાય જોઇએ ખુદ માટે પણ અને આ દેશ માટે પણ તેમણે ભારપૂર્વક કહ્યું કે અમને ઉદ્વવ ઠાકરે માટે અને બધા માટે ન્યાય જોઇએ મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહારો કરતા.
કહ્યું કે ગણતંત્રને બુલડોઝ કરવામાં આવી રહ્યું છે આસામમાં પુર છે અનેક લોકો ઝઝુમી રહ્યાં છે અને આ સ્થિતિમાં પ્રભાવિત લોકોને પરેશાન કરવા માટે મહારાષ્ટ્રના ધારાસભ્યોને ત્યાં કેમ મોકલવામાં આવી રહ્યાં છે આજે મને પાવરમાં છો અને પૈસા તાકાત માફિયાનો ઉપયોગ સારી રીતે કરી રહ્યાં છે પરંતુ એક દિવસ એવો આવશે તમારે જવું પડશે આ ખોટું છે અને અમે તેને સમર્થન કયારેય આપી શકીએ નહીં.
મમતાએ કહ્યું કે આસામની જગ્યાએ બળવાખોરોને અહીં બંગાળ મોકલો અમે તેમની સારી એવી ખાતિરદારી કરીશું નહીં તો આ મહારાષ્ટ્ર બાદ અન્ય સરકારોને તોડવામાં લાગી જશે અમે લોકો માટે બંધારણ માટે ન્યાયની માંગ કરીએ છીએ.