ખાંભાના મોટા સમઢીયાળા ગામે બળદગાડાના કારણે મોટર સાઇકલ પડી જવાના મનદુઃખમાં પ્રૌઢાને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે નાનીબેન પાંચાભાઈ દાફડા (ઉ.વ.૭૦)એ મેહુરભાઈ વાલાભાઈ દાફડા, રમેશભાઈ મેહુરભાઈ દાફડા અને નરેશભાઈ મેહુરભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમનું તથા આરોપીનું ઘર એક જ શેરીમાં છે. થોડા સમય પહેલા તેમના બળદગાડાના લીધે આરોપીનું મોટર સાઇકલ પડી ગયું હતું. તેનું મનદુઃખ રાખી તેમના દીકરાઓને કાપી નાખી, મારી નાખવાની ધમકી આપી હતી.
તેમજ તેમને ગાળો બોલી જમણા પગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.








































