બલ્ગેરિયાના પશ્ચિમ ભાગમાં મંગળવારના રોજ એક હાઇવે પર ઉત્તર મેસેડોનિયા નંબર પ્લેટોવાળી એક બસમાં ભીષણ આગ ના અહેવાલ મળી રહ્યા છે. આગની આ ઘટનામાં ઓછામાં ઓછા ૪૫ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃત્યુ પામેલાઓમાં નાના બાળકો પણ સામેલ છે.
અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે કે મૃતકોમાં ઉત્તર મેસેડોનિયાના લોકો અને બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત સોફિયાથી ૪૫ કિમી પશ્ચિમમાં સ્ટ‰મા હાઈવે પર થયો હતો. અકસ્માત સમયે બસમાં કુલ ૫૩ મુસાફરો સવાર હતા. સોફિયામાં ઈમરજન્સી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે દાઝી ગયેલા સાત લોકો સળગતી બસમાંથી કૂદી પડ્યા હતા. તેમણે કહ્યું કે હાલ સાત લોકોની હાલત સ્થિર છે. વચગાળાના વડાપ્રધાન સ્ટેફન યાનેવ ક્રેશ સ્થળ તરફ રવાના થઈ ગયા છે. ઉત્તર મેસેડોનિયાના વિદેશ પ્રધાન બુજોર ઉસ્માનીએ જણાવ્યું હતું કે લોકો ઇસ્તંબુલથી સપ્તાહાંતની રજો પછી ઉત્તર મેસેડોનિયાની રાજધાની સ્કોપ્જે પરત ફરી રહ્યા હતા.
ગૃહ મંત્રાલયના ફાયર પ્રોટેક્શન વિભાગના વડા નિકોલાઈ નિકોલોવિએ આ સંદર્ભમાં બીટીવી ટેલિવિઝનને માહિતી આપી છે. જણાવવામાં આવ્યું છે કે મૃતકોમાં ઉત્તર મેસેડોનિયાના લોકો પણ સામેલ છે. નિકોલાઈ નિકાલોવીએ કહ્યું કે બસમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા ૪૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.
તેમણે કહ્યું કે બસમાં ભીષણ આગ ની આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે બે વાગ્યે બની હતી. સોફિયામાં ઉત્તર મેસેડોનિયાના દૂતાવાસના એક અધિકારીએ માહિતી આપી છે કે અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના ઉત્તર મેસેડોનિયાના નાગરિકો હતા. અધિકારીએ જણાવ્યું કે આગનું કારણ હજુ સુધી જોણી શકાયું નથી. સાથે જ એ પણ જોણી શકાયું નથી કે બસ અકસ્માત પહેલા આગ લાગી હતી કે પછી. હાલ અકસ્માત સ્થળ સીલ
કરી દેવામાં આવ્યું છે.