(એ.આર.એલ),ઇસ્લામાબાદ,તા.૩
બલૂચિસ્તાન પ્રાંતમાં કથિત માનવાધિકાર ભંગ, બળજબરીથી ગુમ થવા અને કથિત રીતે ન્યાયિક હત્યાઓ પર બલૂચ યાકઝેહતી સમિતિની આગેવાની હેઠળના વિરોધનો હવે અંત આવી રહ્યો છે. જે હવે સરકાર સાથે સફળ વાટાઘાટો બાદ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બલૂચિસ્તાનના આંતરિક પ્રધાન મીર ઝિયા ઉલ્લાહ લેંગોવે પ્રાંતના યુવા મહિલા બીવાયસી નેતા ડા મેહરંગ બલોચ સાથે વાટાઘાટો કરી અને બંને પક્ષોએ સાત-પોઇન્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા.
આ મામલે, બલૂચિસ્તાનના આંતરિક મંત્રી લેંગોવે એક નિવેદનમાં કહ્યું કે, બલોચ યાકઝેહતી સમિતિ અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચેની વાતચીત સફળ રહી છે અને સમિતિના આયોજકો સમગ્ર પ્રાંતમાં તેમનો વિરોધ સમાપ્ત કરવા માટે સંમત થયા છે. તેમણે કહ્યું કે હું લોકોને વિરોધ કરવા અપીલ કરું છું, પરંતુ વિરોધ સ્થળને નુકસાન ન પહોંચાડો, સુરક્ષા દળો પર હુમલો ન કરો કે સામાન્ય લોકોને નુકસાન ન પહોંચાડો.
તેમણે કહ્યું કે સરકાર વિરોધની આડમાં કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપશે નહીં. આ કરાર અનુસાર, બલૂચિસ્તાન અને કરાચીમાં સુરક્ષા દળો દ્વારા ધરપકડ કરાયેલા તમામ દેખાવકારોને મુક્ત કર્યા પછી બલૂચ યાકઝેહતી સમિતિ પોતાનો વિરોધ સમાપ્ત કરશે.
આભાર – નિહારીકા રવિયા તેમણે કહ્યું કે વિરોધ સમાપ્ત થતાંની સાથે જ તમામ હાઇવે ફરીથી ખોલવામાં આવશે અને મોબાઇલ નેટવર્ક પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
કરારમાં કહેવામાં આવ્યું છે કે બલોચ યાકઝેહતી સમિતિ અને જિલ્લા વહીવટી અધિકારીઓની એક સમિતિ પણ બનાવવામાં આવશે, જ્યારે સરકાર દ્વારા વિરોધીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી તમામ વસ્તુઓ એક અઠવાડિયાની અંદર પરત કરવામાં આવશે. જ્યારે હડતાળ સમાપ્ત થયા પછી, વિરોધમાં ભાગ લેવા માટે કોઈને હેરાન કરવામાં આવશે નહીં.
દરમિયાન,બીવાયસીએ વિરોધ દરમિયાન માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા લોકો માટે સરકાર તરફથી કોઈપણ વળતર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ડો. મેહરંગ બલોચે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું, અમે તેમને સ્પષ્ટપણે કહી દીધું છે કે અમારા શહીદોનું લોહી એટલું સસ્તું નથી, તેથી અમે વળતર લઈને અમારા બલૂચ રાષ્ટય શહીદોનું અપમાન નહીં કરીએ. તેમણે કહ્યું કે, આપણા રાષ્ટય શહીદોના લોહીનું ઈનામ પાંચ કે દસ લાખ રૂપિયા નથી પરંતુ સતત સંઘર્ષ, પ્રતિકાર, રાષ્ટય એકતા અને રાષ્ટય લક્ષ્યો છે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું અને પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ દરમિયાન ભયાનક દ્રશ્યો જાવા મળ્યા હતા, જેના પરિણામે ત્રણ દેખાવકારોના મોત થયા હતા અને ઓછામાં ઓછા ૨૪ ઘાયલ થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યા પછી એક સૈનિકનું પણ મૃત્યુ થયું.