રાજુલાના બર્બટાણા ગામે રહેતી એક સગીરાને સાંજે સાડા ચાર વાગ્યે અજાણ્યો ઈસમ ભગાડીને લઈ ગયો હતો. બનાવ સંદર્ભે સગીરાના માતાએ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યો ઈસમ તેમની પુત્રીને કાયદેસરના વાણીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.